આયુષ્યનું પત્તું
લઈને
તારે ઉતરવું
છે વસ્તીમાં .
ઉદાસ રાતે
આંગળીઓના ટચાકા ફોડવાનું
મારી બરબાદીને
પંપાળવાનું બંધ કર.
આવતી કાલના
સૂરજની રાહ જોઈ રહ્યો છું.
તું આવા પુરાણા
સંદર્ભો જોડીને
વાદળ ફોડીને
વહાવડાવ નહીં
તૂટી પડનારી
ઉલ્કાઓને.
તારે સોનેરી
કિરણોમાં ભીંજાવું છેને ?
આપણે આપના કફન
બાંધતાં શીખવું પડશે.
આવું કીડી-મંકોડા
જેવું
અસ્તિત્વ
નકારનારું જીવન
મને નામંજૂર છે.
હજી પણ વિચાર.
તારે કોમળ
સપનાંની આસપાસ ફર્યા કરવું છે
તો મારી
વસ્તીમાંથી નીકળી જા.
મારે જીવવું છે.
અનુવાદ સહાય:
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment