Monday, May 13, 2013

મીનાક્ષીપુરમ કે રહેમતનગર?:દામોદર મોરે






મીનાક્ષીપુરમ કે રહેમતનગર?
રહેમતનગર કે મીનાક્ષીપુરમ?
હવે કયા નામે બોલાવવું આ ગામને?
આ પ્રશ્નના ચકરાવામાં હું.
અસ્વસ્થપણે  ગોળગોળ ચક્કર મારતો હતો ત્યાં
એક જૂના ગ્રંથે મને રામરામ કર્યા
સાવધાનીથી મેં સસલાની જેમ કાન સરવા કરી દીધા.
એક ટીમ્બાચાર્ય (તિલકાચાર્ય) ઉવાચ:
]સારું થયું, ગતર વહી ગઈ,
અમારી ગંગા પવિત્ર જ હોવી જોઈએ.
લાલઘુમ દોલામાં તિરસ્કાર.
મેં કોણી વાળીને ગ્રંથને હાથ જોડ્યા,
એનાં પાનાં ફરફર્યાં.
એ ફરફર્યાં  મોં ચડાવીને.
હવે બોલવું પણ શું?
ને મને ભાસ થયો
હિંદુ સમાજે હજારો વર્ષનું અસ્પૃશ્યતાનું પાપ
એટલે હિન્દુસ્તાનની ડોક પર બોજ
પાકિસ્તાની આગમય દેહ ધરાવતો વેતાળ  બૂમરાણ  મચાવે છે.
સવાલ છે ભારતીય સ્વાતંત્ર્યનો.
હજી પણ જાગી જાઓ.
મરાઠી વલણનો બુલંદ અવાજ
પદ્ગાઈ રહ્યો છે
ને ચંદ્રભાગાના તીરે
તાળીઓનો પ્રચંડ વરસાદ
ઉપર ઉપર પથ્થર ભીંજાયા
પણ પાણી પ્રવેશી શક્યું નહીં અંદર.
હવે આ પથ્થરનું શું કરવું?                                
આ પ્રશ્નના ચકરાવામાં હું.
રહેમતનગર કે મીનાક્ષીપુરમ્
હવે બોલવું પણ શું?
ત્યારે એક નવી દાઢીએ મને સલામ કરી.
કર્યો છે અમારો ઇનકાર.
અબ ણ રહે હમ અછૂત.
બને હૈ ઇસ્લામ , અબ કયોં હોતી હૈ ઉનકો અંગાર?
આ ધારદાર સત્યને અસત્ય કહેવું તો કેવી રીતે?

મીનાક્ષીપુરમ્ ની  હકીકત સાંભળીને
મારા શબ્દો થાકી જાય છે.
હવે કરવું તો પણ શું?

મીનાક્ષીપુરમ્ કે રહેમતનગર?
છાપાંની હેડલાઈન
બેસૂરી સામે આવે છે
ને મહાડના ઇતિહાસમાં મારી મુલાકાત
બાબાસાહેબ આંબેડકર સાથે થાય છે.
હિંદુ સમાજની ભરતી અટકી ગઈ છે
હવે ઓટ ચાલુ થઇ ગઈ છે.
ત્યારે એક પત્રકારની અદાથી પણ બીતાંબીતાં
હું પૂછું છું:
બાબા મીનાક્ષીપુરમ્ વિશે તમે શું કહો છો?
ત્યારે એ કહે છે:
બેટા,તને શું કહું?
એ લોકોએ એમની પોતાની ઉત્તરક્રિયાની
તૈયારી કરી દીધી છે.




અનુવાદસહાય:
ડૉ.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment