Thursday, May 9, 2013

તમે જ થાઓ પ્રકાશના પૂંજ: દયા પવાર



ગામ બહાર ઉપેક્ષિત વસ્તી
તંગ દોરડે  તણાયેલા છે ડેરા.
એકેએક ધમનીમાં ધસમસે છે અસંતોષ
સંતાપથી ક્યારનીય તૂટું તૂટું થાય છે નસો

ગામની ગાંડગુલામી વેઠ તોડીને
દસ્યુનો અબલખ ઘોડો
ભોંય પર ખરી  પછાડતો
દરવાજે ક્યારનો ય હણહણે છે.
કાલની જેમ આજેય
ઘોડો દોડાવતો અસવાર  આવી પહોંચ્યો છે
મહારવાડાના ચોરે
એણે દુઃખને વાચા આપી.
લોકો, અમાનવીયતા પહોંચી છે મોભારે
નાગભૂમિમાં તમારી અસ્મિતાને  જગાવી છે.
કૂંપળ ફૂટેલા લીલાછમ છોડ જેવા
કોમળકોમળ અંત્યજ યુવાનોનો   તે
ભડભડતી ચિતામાં બલિ ચડાવી રહ્યા છે.
ભર બજારે કેટલા દુશાસન
માબહેનનાં ચિરહરણ કરે છે
અચૂક શરસંધાન કરનારા  
તમારા  એકાદ એકલવ્યનો
આજેય અંગૂઠો કાપી લેવાય છે .
હજી પણ તમે કોની રાહ જુઓ છો?
પ્રખર તેજે તપનારો સૂરજ
ક્યારનોય અસ્ત થઇ ચૂક્યો છે.
જે આગિયાનો તમે જયજયકાર કરી રહ્યાં છો
એ તો ક્યારનોય નિસ્તેજ થઇ ચૂક્યો છે.
હવે તો તમે જ થાઓ પ્રકાશના પૂંજ
ને કરો ક્રાંતિનો જયજયકાર.

અનુવાદ સહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ 

No comments:

Post a Comment