Monday, May 13, 2013

હે વરસાદ, તું આવી ગયો:ભીમસેન દેઠે



હે વરસાદ તું આવી ગયો
તારા આગમને
સૌ ખુશખુશાલ,
અહીંનો એકે એક અણુએ
સ્વાગત કર્યું તારું.
ઘાસની પતિએ,
વ્રુક્ષોએ,
ફૂલોએ,
નદીનાળાંએ,
સમુદ્રની નહેરોએ,
હરિત ક્રાંતિનાં ચમકતા સપનાંએ.
આવ વરસાદ, જરા નજીક આવ.
તારા કાનમાં કહી દઉં .
બેસી ગયેલું ઘર
એવાં અમે
તારા આગમનથી.
ભોંય ઢળી પડવાને લીધે
ક્યાંયનાં નથી રહ્યાં.
તું ધનાધન
પડ્યો
ફાટેલા છાપરામાંથી,
તૂટેલાં નળિયાંમાંથી,
તૂટેલાં પતરાંમાંથી,
કટલાંની દિવાલોમાંથી
પડવા લાગ્યા
કાદવમાં ફસાયેલા.
વૃદ્ધ દુઃખી લાગણીઓ.
નાનાં નાનાં બાળકો
જો કેવાં લાચાર કિકિયારીઓ પાડે છે .
તને ‘તું ન આવ!’એમ તો કેમ કહી શકું?
તારા આવવાથી લાખો પ્રફુલ્લિત થઇ રહ્યાં છે.
અમે તો ડગલે ને પગલે કચડાનારા
કીડી-મંકોડા છીએ.
સઘળી ઋતુઓ અમને સ્વાહા કરી જવાં ટાંપીને બેઠી   છે.
વરસાદ,
માફ કરજે ભાઈ,
અમારાં નાનાં લોકોનાં
સાંકડા ઘર તારું સ્વાગત નહીં કરી શકે.

 અનુવાદ સહાય: 
ડો.મોહિત શરદ શોલાપુરકર             

No comments:

Post a Comment