Thursday, May 9, 2013

પ્રકાશનાં કિરણોને..:પ્રહલાદ ચેંદવણકર



પ્રકાશનાં કિરણો
સાચેજ શાણા હોત તો
એમણે બેધડક અમારી ઝૂંપડીમાં પ્રવેશ કરવો જોઈએ.
સહસ્ત્ર હાથ ઉમંગભેર એમનું સ્વાગત કરશે.
અમે કેટલી વેઠીએ અંધકારની વેળા?
એક કુશળ દાઈ આવતી કાલના સૂરજને જનમ અપાવે.
આ દાઈને ચોળી-કંગન દેવાનું સત્કાર્ય અમારા ઘેર ઘેર થશે. 


અનુવાદસહાય
ડો.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment