ઈંટનો જવાબ પથ્થરથી આપું છું
તે તારાથી સહન થતું નથી.
મેં તારી આંખ સાથે આંખ
ભીડાવી
એ તને પચતું નથી..
મારી જાંઘ તારી જાંઘને ઘસાય છે
તો તને ઉબકા આવે છે.
અરે, તારી લોકશાહી છોકરી
હવે મેચ્યોર થઇ ગઈ છે
એના પહેલા ખોળાના છોકરા માટે
હું આવ્યો છું.
સત્તા સંભોગની ને રાત મધુરજનીની
હજીસુધી મેં ભોગવી નથી
એના ને મારા મિલનથી જ
દેશની ખરી લોકશાહીની બહાર આવશે .
અનુવાદ સહાય
ડૉ.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment