Monday, May 13, 2013

અહીંની પ્રત્યેક રાત્રિ: અર્જુન ડાંગળે






અહીંની પ્રત્યેક રાત્રિ
કિલાવેલમાનીની રાત્રિ જેવી હત્યારાઓ સાથે જોડાયેલી.
સાચું કહીએ તો અહીં હોવી જોઈએ
સશસ્ત્ર આંખો સશસ્ત્ર પહેરો.
કેવી રીતે જગાડી દઈએ એમના હિપ્નોટાઈઝડ  મનને
ગળું સુક્કુંભંઠ થઇ રહ્યું છે-
ઘૂંટો પાણી આપનાર હાથની દાનત પણ બગડતી જાય છે.
કેટલો સમય સહીએ આ નિદ્રાનાશની વ્યાધિ?
પાછા માગી લઈએ શું આપને આપેલા સઘળા નકાર?
આપણે પણ કરી દઈએ અહીંની ક્ષણોને સલામ
જેમ પોલીસ અધિકારી કરી દે છે સ્મગલરને સલામ ?
માનસિક નપુંસકતા તરફ લઈ  જનારા હશે આવા  કેટલાય વિચાર.
આપણે એમની જેમ  કેવી રીતે જીવી લઈએ?
આપણે સ્વયંથી કેવી રીતે થઇ જઈએ બેઈમાન ?
ને યુદ્ધને અર્પણ કરી દીધેલા આપના હાથ કેવી રીતે માગી લઈએ પરત?


અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ
ડો.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment