Saturday, May 11, 2013

માણસ:ત્ર્યંબક સપકાળે




હે અભાગીયાઓ,
શું કામ તસ્દી આપો  છો
મોટા મોટા મહાત્માઓને
તમારો ઉદ્ધાર કરવાની.
એ તો આવ્યાં ને ગયા
એમની ચરણરજ  ક્ષીણ થઇ  ગઈ.
ને તમે રહી ગયા જેવા હતા તેવા જ
નસીબને રોતાં
સદીઓની સદીઓ.

હે અભાગીયાઓ,
જાગો.તમારી ભીતરના માણસને તમે સ્વયં જગાવો.
એમાંથી ઉગશે એકાદ  
પ્રભાત
નવલાં તેજસભર
માનવ મહાનતાનું.

અનુવાદ સહાય
ડૉ.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment