Tuesday, May 14, 2013

આ કસાયેલ મુઠ્ઠીઓ: જ.વી .પવાર




આ કસાયેલ મુઠ્ઠીઓ હવે ઢીલી નહીં થાય.
આવનારી  ક્રાંતિ તમારી  રાહ નહીં જુએ.

આપણે બહુ સહન કર્યું, હવે વધારે સહન કરવું નથી.
તારા લોહીનો લલકાર તને.


ક્રાંતિના બીજ વવાયે ઘણો સમય  થયો.
હવે વિસ્ફોટની રાહ જોવાનો કોઈ અર્થ નથી.
યજ્ઞકુંડ સળગે છે , આવતી કાલ માટે
જો તમે ભાગી જાઓ તો પણ કશો અર્થ નથી ,
જિંદગીની નિશ્ચિંતતા હવે નથી.

કેવી રીતે એ આપણી ભીતરની આગને ગૂંગળાવી શકશે?
હવે એ  કેવી રીતે રોકી શકશે ભડભડ બળતાં મન.

હવે બહુ તર્ક ના જોઈએ.
અતર્ક ઘણી મદદ કરે છે.
એકવાર ક્ષિતિજ લાલ થાય તે પછી.
બારણું ખુલ્લું રાખવામાં શું વાંધો છે ?


અનુવાદ સહાય: 
ડો.રચના પ્રદીપકુમાર પોળ



No comments:

Post a Comment