Tuesday, May 14, 2013

હું બન્યો છું ભરતી: જ.વી.પવાર

મરાઠી દલિત કવિતા
હું બન્યો છું ભરતી
જ.વી. પવાર
કિનારાની રેત ચૂસી લે છે પાણી
એમ જ ચૂસી લે છે મારું ગહન દુઃખ.
કેટલો સમય એ રહેશે રેતી જેવું?
ક્યાં લગી આ અસ્તિત્વ ટકાવી રાખવાની જીદ્દી ઈચ્છા

સાચું કહું તો એમાં ભરતી આવવી જોઈએ પેલા દરિયામાં આવે છે તેવી.
અહી વામણાં ઉપર ગુલાંટો ખાવામાં મળી શકે છે. ઘણું બધું.
દરિયાને પણ કિનારો હોય છે, દુખને કેમ કોઈ આરો નથી?
દરરોજ વાતો પવન એ દિવસે મારાં કાનમાં મોટેથી કહે છે ,
‘બહેનોને નાગી કરી.’
‘ગામે બહિષ્કાર કર્યો.’
‘હત્યા થઇ.’
એ બોલ્યો, ને એણે મને મંત્ર આપ્યો:
’બીજું મહાડ સર્જો.’
મારા હાથ હવે વળે છે દિવાલ પર ટાંગેલાં શસ્ત્ર તરફ.
હવે હું છું દરિયો.
હું માઝા મૂકું છું તમારી કબર ખોદવા.
પવનો, ઝંઝાવાતો,આકાશ, પૃથ્વી
હવે બધું મારું છે.
એકે એક ઈંચ ઉઠતા સંઘર્ષમાં
હું ખડો છું ટટાર.
 



અનુવાદ સહાય: 

ડો.રચના પ્રદીપકુમાર પોળ

No comments:

Post a Comment