Thursday, May 9, 2013

રાત્રિ:પ્રહલાદ ચેંદવણકર




ત્યારે રાત આવી જ હોય છે
ભીંતોનાં પોપડા ખરતા રહે છે.
દીન, તૂટ્યાફૂટ્યા ખૂણે
કરોળીયાનું જાળું ગૂંથાતું રહે છે.
જેવો હું પોક મૂકી મૂકીને રડી પડ્યો
વેદનાની ભૂતાવળ ચીસો પાડી ઉઠી.
આ વેદના, આ દુઃખ,
આ કાપાકાપી, આ ડંખ.
પાંચે આંગળીએ પૂજા કરી ત્યારે
જન્મ્યો આંબેડકરની જાતમાં.
ના.. ના ..ના.. નકારનો એ જ ઘંટારવ
નામકરણ વિધિ થઇ ત્યારથી વાગ્યા  જ કરે છે.
મારા હક્ક, સ્વમાન
મને મળ્યાં નથી હજી .
ચાર ભીંતો વચ્ચે પીસાતાં
એકે એક કોષ થયો છે લોહીલુહાણ.
આજની રાત એવી જ છે,
વ્યાકુળ, પંગુ,..હડકાયી.
દીન, તૂટ્યાફૂટ્યા ખૂણે
કરોળીયાનું જાળું ગૂંથાતું રહે છે.



અનુવાદસહાય
ડો.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment