Saturday, May 11, 2013

હું , એક જામીન: અર્જુન ડાંગળે




બે આંખેથી
આકાશ જેટલા આંસુ સાર્યા 
અથવા કોટિ કોટિ ચૈતન્યમય હાથે
સંઘર્ષશીલ થઈને અવિરત જંગ કર્યો
એવા અહીંનાં દુઃખ-દૈન્ય .
પરંતુ હવે દેખાય છે કેવળ મને
સર્વત્ર પ્રસરેલ લાચારી-ભય-ઉદાસીનતા.
કેમ હજી લગી મળ્યો નથી અહીંના જીવોને
મન રેડી દેનારો શિલ્પકાર?
ને એ મળ્યો જ હોય તો....
કેમ વાગી નહીં હત્યારાઓને એની તિક્ષ્ણ ધાર?
આવા કેટકેટલા પ્રશ્નો મગજને ચાંચ મારનારા ,
અંધકારની ગુફામાં ધક્કેલી જનારા.
ભેંકાર અંધકારમાં હું છિન્નભિન્ન.
રોવા કે લડવાનું સામર્થ્ય ગુમાવી ચૂકેલો
હું અસ્વસ્થ.
એમની જેમ જ થાઉં છું
હું
અહીંનાં દુઃખોનો જામીન.

અનુવાદ સહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ 

No comments:

Post a Comment