Saturday, May 11, 2013

મા: વામન નિમ્બાળકર






 જ્યારે દિવસ ડૂબી જાય, અંધકારનું રાજ આવે,
અમે ભાઈભાંડુ  ઝૂંપડીને બારણે, અહીં દીવો પણ ના.
ઘેરઘેર દીવા ટમટમે , ચૂલા ભડભડે ,
રોટલાની ટપટપ ને રીંગણઓળો શેકાય
નાકમાં એની સોડમ, પેટમાં ખાલી અંધારું.
ચોધાર આંસુ, આંસુઓની આંખે વહેતી ધારા.
અંધકાર ચીરીને ત્યારે આવી રહી છે  છે એક છાયા.
માથે ઈંધણભારો, પગલે પગલે હાલકડોલક.
કાળો કાળો કૃશ   દેહ, એ જ મારી મા.
સવાર થતાં જ ઈંધણ કાજે વગડે અથડાતી કૂટાતી.
વાત જોઈ અમે બેસી રહેતાં ભાઇભાંડું.
ભારા ન વેચાય, ભૂખ્યાં જ પોઢવાનું.
એકવાર શું થયું અમને ન કળાયું .
મા આવી, પગે દોરી બાંધેલી, લોહી ખળખળ વહેતું.
આવ્યો મોટો  કાળોતરો , સાથે હતી બે બાઈઓએ કહ્યું  .
ફેણ ઊંચકી  ડંખ દીધો , ધીરે ધીરે સરકી ગયો.
મા ભોંય પર,દોરા બાંધ્યા, મંત્ર કર્યાં, વૈદ આવ્યા.
દિવસ આથમ્યે , દેહથી છૂટ્યો પ્રાણ.
રોકકળ પ્રસરી દૂર દૂર પવન સાથે.
મા તારી મૂકીને ગઈ નાનાંનાનાં બાળ, નિરાધાર.
આજે ય મારી નજર શોધે છે મા, મન થતું ગમગીન.
જોઉં કૃશ ભારાવાળી, ખરીદી લઉં છું ઈંધણભારો.

અનુવાદ સહાય :
ડો.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment