Thursday, May 9, 2013

દિવસ જેવી રાત પણ : પ્રહલાદ ચેંદવણકર






દિવસ જેવી રાત પણ સૂનીસૂની વીતી ગઈ.
હું અંધકારમાં સફર કરનારો પણ નથી.
પરંતુ મારા નસીબમાં અંધકારની જ વાત છે.
મેં ખૂબ ખૂબ શોધ્યો મને, તને,સમાજને.

સ્વાર્થમાં લથપથ માણસો જ મળ્યા ડગલે ને પગલે.
સાચી કહું છું દોસ્ત, હું મારા ખૂનની ફરજ નિભાવી રહ્યો છું.
એટલે હું તારી સાથે છું, પણ તું હવે પહેલાં જેવો નથી રહ્યો.
એ આ દુનિયાને કેવી રીતે કહું?




અનુવાદસહાય
ડો.મોહિત શરદ શોલાપુરકર

No comments:

Post a Comment