તું ગાતો રહે ભર્યા
ચોકમાં .
અહીંનાં સપ્તસૂરમાં ણ
બેસ્નારું તારું ગાન મૂકી દે બાજુ પર.
તારે શા કાજે જોઈએ સજધજ ?
સારું થયું.
તેન ગીતના સૂર બદલી દીધા
પણ તું આવો ભ્રમિત કેમ છે?
અરે, સૂર જ શું, અહીંનો
સૂરજ પણ બદલવાનો છે.
ખબર છે મને, રાખી નહીં
શકે તું તારી ડાયરીમાં નોંધ મૃદુ સમીરની
રાખવો પડશે માત્ર
દુકાનોનો હિસાબ.
તોય તે તું ગાતો જ રહે
તું ગાતો રહે
ભૂખ્યાં કંગાલોનો મોરચો થઈ
ને તું ગાતો રહે
મુક્તિવાહીની કે વિયેતનામ
થઇ
તું ગાતો રહે
ચવદાર તળાવનો સત્યાગ્રહ
થઈને.
તારે ગાવું જોઈએ એમણે
બંદી બનાવી દીધેલ સૂર્ય તરફ કૂચ કરીએ ત્યાં લગી.
તું ગા... તું ગા..
બેધડક ગા...
મુક્ત ગા.
છાવણી હલવા માંડી રહી છે.
છાવણી હલી રહી છે. અનુવાદ સહાય:
ડો.રચના પ્રદીપકુમાર પોળ
ડો.મોહિત શરદ શોલાપુરકર
No comments:
Post a Comment