Friday, May 31, 2013

વારસો: બાપુરાવ જગતાપ


જો આંસુ જ વહાવવાં છે તો ખુશીનાં વહાવ,
મારી આંખો કાળમીંઢ  પથ્થરની છે,
જ્યાં નથી  ઝરણાં કે વહેળા.
માર્ગ છે સાગર પારનો.
રોકાવું છે તો ખુશીથી રોકાઈ જા.
મારા વળાંકો તો મેં ક્યારનાય પસાર કરી દીધા છે.
મારાં પગલાં કદાચ ગલત પડે જાણેઅજાણે
તો રસ્તા ખેંચી જશે મને કાળા વાઘની ગુફાઓમાં.
પગ દાઝી જશે જંગલના દવથી
લાખો ગુલબંકાવલીનાં ફૂલો માટે જન્મ ધારણ કરનારો હું .
રોકાવું છે તારે તો ખુશીથી રોકાઈ જા .
મેં તો ક્યારનીય ઠોકર મારી દીધી છે
તારા સુવર્ણયુગ,ગામ,નામ,આ ઈતિહાસ પરંપરાઓની જમીનને.
તારી ફરકતી ભીની આંખો તું જ સાચવી રાખ.

રાણી, પ્રકાશયુગનો વારસો છે મારી આંખોમાં.

અનુવાદસહાય : ડો.મોહિત શરદ શોલાપુરકર 

No comments:

Post a Comment