દેવીદેવતાની જૂઠમૂઠ દયાનો સાગર
દૂષિત છે અપરંપાર લહેરો.
ઘૂંટણસમાં પાણીમાં ઊભી છે એક ચકલી.
એના નાક-મોંમાં પાણી ઘુસી જાય છે .
કાલે-પરમદાડે એ શાળામાંથી ઘેર પાછી
આવી
કેલૈયાની કહાણી કહેવા માંડી.
દેવ આટલા બધા દુષ્ટ કેમ હોય છે
કેલૈયાનાં લોહીમાંસ માગે છે.
મારી છાતી શીર્ણવિશીર્ણ થઇ જાય છે.
દેવોનું વિકરાળ
જડબું
ચકલીનો કોળિયો કેમ કરી જાય છે?
અનુવાદ સહાય:
ડૉ.રચના પોળ
No comments:
Post a Comment